ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Sunday, 11 September 2016

જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પરીષદ સોનગઢ મુકામે યોજાઇ જેમા ધ્રુપકા શાળાના બાળકો એ ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પરીષદ  2016 સોનગઢ મુકામે  મહાવી જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ (MJCKR) ખાતે તા.10/09/2016 ને શનિવારના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા યોજાઇ હતી જેમા ધ્રુપકા શાળાના બાળકો એ ભાગ લીધો હતો. જેમા બાળકોએ વિદ્યુતઉર્જા બચત અને તેની ઊપયોગીતા અંગેની લોકોમા જાગૃતતા વિષય પર સંશોધન કરી તેનુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. આ પ્રેઝન્ટેશનની રજુઆત ટીમના લીડર તરીકે રિધ્ધિબેન દિનેશભાઈ રાઠોડ (ધો-8) દ્વારા MJCKR શાળામા કરી હતી. ઊપરાંત સંશોધન કરનાર અન્ય સભ્યોમા દિપાલીબેન દિનેશભાઇ રાઠોડ (ધો-8), આશાબેન હિંમતભાઇ વાઘેલા (ધો-8), સોનલબેન  બાલાભાઇ રાઠોડ (ધો-8) તથા આરતીબેન રમેશભાઇ ગોહેલ (ધો-8) હતા.