ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Saturday, 30 July 2016

Fun of Day નું આયોજન

Fun of Day નું આયોજન
શાળાની બાળસભામા  તા.30/7/16 ને શનિવારના રોજ fun of dayનુ આયોજન  કરવામા આવ્યુ હતુ. જેમા  ધોરણ 1થી5ના બાળકોને વિવિધ રમતો રમાડવામા આવી હતી.
ધોરણ 1 ના બાળકોને સંગીત ખુરશી, ધોરણ 2 ના બાળકોને લીંબુ ચમચી
 ધોરણ3ના બાળકોને પાસ ધ બોલ, ધોરણ4ના બાળકોને ફુગ્ગા ડોલમા નાખવા, ધોરણ5ના બાળકોને ત્રિપગી દોડ જેવી રમતો રમાડવામા આવી હતી.


વૃક્ષારોપણ

સૌરાષ્ટ્ર સમાચાર તા. 31/07/2016


Tuesday, 26 July 2016

બાજી એક મિનિટ કી કાર્યક્રમનું આયોજન

"એ જિંદગી તું મેરા બચપન છીન સકતી હે , પર મેરા બચપના નહીં
બાજી એક મિનિટ કી કાર્યક્રમનું આયોજન
શાળાની બાળસભામા  તા.23/7/16 ને શનિવારના રોજ  કરવામા આવ્યુ. જેમા એક મિનિટની વિવિધ રમતોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 5થી8ના બાળકોની 6 ટીમ પાડવામા આવી હતી. દરેક ટીમોના નામ  વિવિધ રમતોના પ્રખ્યાત ખેલાડીના નામ પરથી પાડવામા આવ્યા જેમ કે પી.ટી.ઉષા, મેરી કોમ, ધ્યાનચંદ,વિશ્વનાથ આનંદ, વિરાટ કોહલી, ગીત શેઠી. સર્પચાલ, દડાને ગ્લાસ વડે ઝીલવો,ફુગ્ગો ફુલાવી ગ્લાસને પાડવા, પુસ્તક પરથી દડાને પાસ કરવો, ચમચીને મોંમા રાખી પાસાને ઉપરાઉપરી ગોઠવવા વગેરે રમતો રમવામા આવી હતી જેમા બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શિક્ષકો પણ બાળક બની ગયા હતા.


Sunday, 17 July 2016

સૂરીલી સવાર કાર્યક્રમનું આયોજન









સૂરીલી સવાર કાર્યક્રમનું આયોજન
શાળામાં તા.16/7/16 ને શનિવારે બાળકોમાં  સંગીત પ્રત્યે રસ વધે તેવા  હેતુથી  સંગીત સવારનું આયોજન કરવામાં  આવ્યુ  હતું. જેમા ધોરણ 5થી8 ના બધા બાળકોની  4 ટીમ પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 5 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમા બાળકો કવિતા, બાળગીત, ભજન, ધૂન, દેશભક્તિ ગીત, લોકગીત, લગ્નગીત વગેરે ગાય શકે. 1. અંતાક્ષરી 2. ભજન -ધૂન 3.અભિનય ગીત 4. મૂક અભિનય પરથી  ગીત 5. ચિઠ્ઠીમાં  લખેલ શબ્દ  પરથી ગીત.
જેમાં સુર ટીમ 90 પોઇન્ટ સાથે વિજેતા બની હતી.



Posted via Blogaway


Thursday, 14 July 2016

ગણિતના ઉપચારાત્મક કાર્ય માટેના ઉપયોગી  કાર્ડ

ગણિતના ઉપચારાત્મક કાર્ય માટેના ઉપયોગી  કાર્ડ
દરેક કાર્ડમાં  100 જેટલા દાખલાઓ છે જેમા સરવાળો, બાદબાકી,  ગુણાકાર,  ભાગાકારના દાખલાઓ છે.
આ દાખલાઓ  સરળ થી કઠીનબિંદુ સુધીના છે.નબળા અને મધ્યમ બાળકો માટે ખૂબ જ ઊપયોગી છે.


Saturday, 9 July 2016

english test

અંગ્રેજીમાં ક્રિયાપદની ટેસ્ટ આપતાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ