ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Monday, 27 June 2016

સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રેસનોટ

શાળામાં યોજાયેલ ચુંટણીની પ્રેસનોટ સૌરાષ્ટ્ર સમાચાર, પાના નંબર 7 પર
તા. 27/06/2016


શાળા પંચાયત ચૂંટણી પરિણામ

શાળામાં યોજાયેલ ચુંટણીની મતદાનની ગણતરી તા. 25/06/16ને શનિવારે 10:30 વાગ્યે કરવામાં આવી હતી. જેનુ પરિણામ તા. 27/06/16ને સોમવારે આપવામાં આવ્યું હતું. શાળાના મંત્રી મંડળની રચના કરવામાં આવી જેમા શાળાના મહામંત્રી તરીકે અશ્વિનભાઇ ભરતભાઈ વાઘેલા ( ધો-8) અને આશાબહેન હિંમતભાઇ વાઘેલા ( ધો-8) ચૂંટાઇ આવ્યા છે.


Saturday, 25 June 2016

શાળા પંચાયત ચૂંટણી

શાળામાં આજે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવેલ. જેમાં કુલ જુદા જુદા 12 વિભાગમા 53 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. તેમાંથી દરેક વિભાગમાથી 2 વિદ્યાર્થીઓની પસંદગી માટે ચૂંટણી યોજવામાં આવેલ. જેમા ધોરણ 6 થી 8 ના બાળકોએ મત આપેલ. જેમા 82.72% મતદાન થયું હતુ.


Friday, 24 June 2016

શાળા પંચાયત ચૂંટણીની પૂર્વતૈયારી

શાળામાં તા.25/06/16 ને શનિવારે સવારે 8 વાગ્યે શાળા પંચાયતની ચૂંટણી થનાર છે જેની પૂર્વતૈયારીઓ આજે કરવામાં આવી હતી.


Wednesday, 22 June 2016

વિશ્વ યોગ દિવસની ઊજવણી

વિશ્વ યોગ દિનની ઊજવણી
શાળામા બીજા વિશ્વ યોગ દિનની ઊજવણી તા.21/06/16 ના રોજ કરવામાં આવી. સવારે 7 વાગ્યે ધોરણ 6 થી 8 બાળકો અને શિક્ષકો પોતાની જગ્યાએ બેસી ગયા. રાજુભાઈના માર્ગદર્શન હેઠળ યોગની શરૂઆત ॐકારથી કરવામાં આવી. હળવી કસરતો દ્વારા શરીરને વોર્મઅપ કરવામાં આવ્યુ. જેમા કાંડાનુ પરિભ્રમણ, ખભાનું પરિભ્રમણ, કમરનું પરિભ્રમણ, ગરદનનું પરિભ્રમણ, ત્યારબાદ વિવિધ આસનો કરવામાં આવ્યા જેમાં તાડાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન, પાદ હસ્તાસન, વજ્રાસન, ચક્રાસન, ધનુરાસન. અંતમાં અકબરભાઈના માર્ગદર્શન હેઠળ પ્રાણાયામ કરવામાં આવ્યા જેમાં કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવામાં આવ્યા હતા.


Saturday, 18 June 2016

પ્રવેશોત્સવની ઊજવણી

શાળા પ્રવેશોત્સવ-2016
 મુખ્ય મહેમાનશ્રી સૈયદસાહેબ (સિહોર પ્રાંત અધિકારી) ,ચૌહાણ સાહેબ, સરપંચશ્રી (પ્રવિણભાઇ વાળા), SMC અધ્યક્ષ ( હસમુખભાઈ બારૈયા), તલાટી મંત્રીશ્રી ( જયવંતસિંહ) તથા ગામના વડીલોની હાજરીમા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ તા.16/06/2016ના રોજ ઊજવવામાં આવ્યો.જે અંતર્ગત "મનુષ્ય તુ મહાન હે" ગીત, દેશભક્તિ ગીત, યોગ નિદર્શન, ધોરણ 1ના બાળકોને કીટ આપી પ્રવેશ, ધોરણ 1 થી 8 ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન , દાતાશ્રીઓનું સન્માન , બેટી બચાવો વિષય પર વકતૃત્વ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો-6ના જયભાઇ તથા ધો-8ના દિપાલીબહેન દ્વારા કરવામાં આવ્યુ હતુ.