ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Monday, 24 October 2016

માળનાથ મીની પ્રવાસ

જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા  તા. 23/10/16 ને રવિવારે ભંડારીયા મુકે યોજાયો. જેમા ધ્રુપકા શાળાની ખો-ખો  ટીમે રમતોત્સવ બાદ માળનાથની મુલાકાત લીધી હતી. જેમા પવનચક્કીની કાર્યપધ્ધતિનો અનુભવ કર્યો હતો. કુદરતનો ખોળે ફરવાનો આનંદ લીધો હતો.


જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ

જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા  તા. 23/10/16 ને રવિવારે ભંડારીયા મુકે યોજાયો. જેમા ધ્રુપકા શાળાની
ખો-ખો બહેનોની અંડર 14 ની ટીમ સેમી ફાઇનલ સુધી પહોચી ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો.


Sunday, 16 October 2016

તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ

તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તા. 16/10/16 ને  રવિવારના રોજ સોનગઢ મુકામે યોજાયો
ખેલ મહાકુંભમાં અંડર14 માં તાલુકા લેવલે બહેનોની ટીમ ચેમ્પિયન ...
 ટીમ તથા ટીમ ના કોચ, Mahipalsinh Gohil કે જેમના  માર્ગદર્શન  નીચે છેલ્લા 3 વર્ષથી સતત તાલુકા લેવલે પ્રથમ તથા જિલ્લા લેવલે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અભિનંદન





Friday, 14 October 2016

તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ

તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તા. 14/10/16 ને શુક્રવારના રોજ સોનગઢ મુકામે યોજાયો. જેમા ધો-6મા ભણતા વિધ્યાર્થીની છાયાબેન ડાયાભાઇ મકવાણા એ અંડર 14 ઇવેન્ટમા લાંબીકૂદ અને 100 મીટર દોડમા તૃતિય સ્થાન મેળવી શાળાનુ ગૌરવ વધાર્યુ


Thursday, 13 October 2016

તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

તાલુકા કક્ષાનુ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન -2016 આંબલા ખાતે તા.7/10/2016 ને શુક્રવારે યોજાયો હતો. જેમા ધ્રુપકા શાળાની  2 કૃતિઓ રજૂ કરવામા આવી હતી.જેમા  વિભાગ 3 મા M-Learning આશા હિંમતભાઇ વાઘેલા( ધો-8) અને
આરતી રમેશભાઇ ગોહેલ ( ધો-8) દ્વારા અને વિભાગ 5 મા 3D હોલોગ્રામ અલ્પેશ મનસુખભાઇ મકવાણા( ધો-8) જય બુધાભાઇ બારૈયા ( ધો-6)દ્વારા રજૂ કરવામા આવી હતી.
આ વિજ્ઞાનમેળા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન રુપે 2 ફુલસ્કેપ ચોપડા અને પ્રમાણપત્ર આપવામા આવેલ.

સત્રાંત પરીક્ષા-2016 ટાઇમ ટેબલ



Wednesday, 12 October 2016

પ્રેસનોટ- નવરાત્રી પર્વની ઉજવણી

સૌરાષ્ટ્ર સમાચાર
તા.13/10/2016
પાના નં:- 2

Tuesday, 4 October 2016

CRC કક્ષાનો વિજ્ઞાન મેળો-2016

M-Learning,આશા હિંમતભાઇ વાઘેલા( ધો-8) આરતી રમેશભાઇ ગોહેલ ( ધો-8)



















CRC કક્ષાનુ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન -2016 ગુંદાણા પ્રાથમિક શાળા ખાતે તા.27/09/2016 ને મંગળવારે યોજાયો હતો. જેમા ધ્રુપકા શાળાની વિવિધ વિભાગમા 4 કૃતિઓ રજૂ કરવામા આવી હતી.જેમા વિભાગ 2 મા મોબાઇલ ટુ મોબાઇલ ચાર્જીંગ કેબલ, વિભાગ 3 મા M-Learning, વિભાગ 4 મા બહુહેતુક હીંચકો અને વિભાગ 5 મા 3D હોલોગ્રામ.
જેમાથી બે કૃતિઓ M-Learning, 3D હોલોગ્રામની તાલુકા કક્ષાએ પસંદગી થઇ છે.
                   વિભાગ 2
મોબાઇલ ટુ મોબાઇલ ચાર્જીંગ કેબલ
નેહા ગંભીરભાઇ મકવાણા ( ધો-8)
ઊષા બાબુભાઇ રાઠોડ ( ધો-8)

                  વિભાગ 3
M-Learning
આશા હિંમતભાઇ વાઘેલા( ધો-8)
આરતી રમેશભાઇ ગોહેલ ( ધો-8)

                  વિભાગ 4
બહુહેતુક હીંચકો
વિશાલ ઘનશ્યામભાઇ વાળા( ધો-8)
વાહિદ રજાકભાઇ ભટ્ટી ( ધો-8)

                   વિભાગ 5
3D હોલોગ્રામ
અલ્પેશ મનસુખભાઇ મકવાણા( ધો-8)
જય બુધાભાઇ બારૈયા ( ધો-6)



Posted via Blogaway