"એ જિંદગી તું મેરા બચપન છીન સકતી હે , પર મેરા બચપના નહીં
બાજી એક મિનિટ કી કાર્યક્રમનું આયોજન
શાળાની બાળસભામા તા.23/7/16 ને શનિવારના રોજ કરવામા આવ્યુ. જેમા એક મિનિટની વિવિધ રમતોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 5થી8ના બાળકોની 6 ટીમ પાડવામા આવી હતી. દરેક ટીમોના નામ વિવિધ રમતોના પ્રખ્યાત ખેલાડીના નામ પરથી પાડવામા આવ્યા જેમ કે પી.ટી.ઉષા, મેરી કોમ, ધ્યાનચંદ,વિશ્વનાથ આનંદ, વિરાટ કોહલી, ગીત શેઠી. સર્પચાલ, દડાને ગ્લાસ વડે ઝીલવો,ફુગ્ગો ફુલાવી ગ્લાસને પાડવા, પુસ્તક પરથી દડાને પાસ કરવો, ચમચીને મોંમા રાખી પાસાને ઉપરાઉપરી ગોઠવવા વગેરે રમતો રમવામા આવી હતી જેમા બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શિક્ષકો પણ બાળક બની ગયા હતા.