સૂરીલી સવાર કાર્યક્રમનું આયોજન
શાળામાં તા.16/7/16 ને શનિવારે બાળકોમાં સંગીત પ્રત્યે રસ વધે તેવા હેતુથી સંગીત સવારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ધોરણ 5થી8 ના બધા બાળકોની 4 ટીમ પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 5 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમા બાળકો કવિતા, બાળગીત, ભજન, ધૂન, દેશભક્તિ ગીત, લોકગીત, લગ્નગીત વગેરે ગાય શકે. 1. અંતાક્ષરી 2. ભજન -ધૂન 3.અભિનય ગીત 4. મૂક અભિનય પરથી ગીત 5. ચિઠ્ઠીમાં લખેલ શબ્દ પરથી ગીત.
જેમાં સુર ટીમ 90 પોઇન્ટ સાથે વિજેતા બની હતી.
Posted via Blogaway