ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:-●ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે. ● હાલમાં કોરોના મહામારી હોવાથી તમારા પરિવારનું ધ્યાન રાખજો ● માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું ● 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી●આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે..☺● કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય. *ક્રમ-નામ - ગુણ-પરિણામ* 1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ 2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ 3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ 4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ 5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ 6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ 7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ 8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ 9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ 10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ 11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ 12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ 13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ 14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ 15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ 16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ ● ધોરણ 8ના વર્ષ 2021ના તેજસ્વી તારલાઓ: પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા, દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર, તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ, ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ, પાંચમો નંબર- અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

જાહેરાત



ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે

આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે.

NMMS પરીક્ષા પરિણામ

કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

1.તેજલબેન કાંતિભાઈ વાળા-119

2.મયુર ભરતભાઇ મકવાણા-109

3.બિપિન ધીરુભાઈ મકવાણા-97

4.તુલસી કાળુભાઇ પરમાર-96

5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95

ધોરણ 8ના વર્ષ 2020ના તેજસ્વી તારલાઓ:

પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા

દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર

તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ

ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ

અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી

ભીડવાળી જગ્યાઓ, લગ્ન પ્રસંગ, મેળાઓ, મોલ, સિનેમાઘરો જેવી જગ્યાઓએ જવું નહીં.

બહાર જઈને આવો ત્યારે હાથ સાબુ ધોવા.

Sunday, 28 June 2020

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : 21 જૂન

 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : 21 જૂન
યોગ: કર્મસુ કૌશલમ 


 ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે.
યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે.
આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત
અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી.
ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે.
તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને
ચુસ્ત રાખતા હોય છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ
એક વિશેષ કારણ છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની
બેઠકમાં 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી.
તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.


હજારો વરસો પહેલાંથી  યોગ એ પતંજલિ ઋષિએ દુનિયાને

આપેલી ભેટ છે.મૂળથી જ એ ભારતની વિરાસત છે.

યોગની શરૂઆત થઇ ભારતમાં, પણ આજે એ વિશ્વના દરેક દેશોમાં

પહોંચી ગયો છે. 






21 જૂનના રોજ હોય છે સૌથી લાંબો દિવસ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન
દરમિયાન જણાવ્યું હતું કે, આ એ દિવસ છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો
સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્યોદય વહેલા થાય છે
અને સૂર્યાસ્ત પણ સૌથી મોડે થાય છે. આ ઉપરાંત,
ભારમતાં 21 જૂન ઉનાળાની સંક્રાંતિનો પણ દિવસ હોય છે.
પીએમ મોદીએ યોગના મહત્વ પર ચર્ચા કરી હતી. 


સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ
11 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં
21 જૂનનો દિવસ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવા માટે
69/131 નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ભારત દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રોના
193 સભ્ય રાષ્ટ્રોમાંથી 177 રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ ઠરાવને પેટા સમર્થન આપનારા પણ
175 દેશ હતા, જે અત્યાર સુધીનું સૌથી મોટું સમર્થન હતું.
ત્યાર પછી વર્ષ 2015થી સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
ઉજવવાની શરૂઆત થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત 
21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના
અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો.
ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.
દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા.
તેમની સાથે જ જુદા-જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત
કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા.
એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો
વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. 


અષ્ટાંગ યોગ પદ્ધતિ
અષ્ટાંગ યોગ પદ્ધતિમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર,
ધારણા, ધ્યાન, સમાધિ સમાવેશ થાય છે.



અત્યાર સુધીના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 
    2015 : Yoga for Harmony and Peace (સદભાવ અને શાંતિ માટે યોગ)
  • 2016 : Connect the Youth (યોગ વડે યુવાઓને જોડો)
  • 2017 : Yoga for Health (આરોગ્ય માટે યોગ)
  • 2018 : Yoga for Peace (શાંતિ માટે યોગ)
  • 2019 : Yoga for Climate Action (પર્યાવરણ માટે યોગ)
  • 2020 : Yoga at Home and Yoga with Family
વર્ષ 2020 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  લદ્દાખના કેન્દ્ર શાસિત
પ્રદેશની રાજધાની લેહ  ખાતે યોજાશે, જેમા ભારતના
વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ભાગ લેશે
આ વર્ષે 2020 કોરોના વાઇરસના કારણે ભારત સરકારના આયુષ મંત્રાલય
દ્વારા વર્ચ્યુઅલ વિડિયો સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ છે
જેનુ ટાઇટલ “My Life My Yoga” છે. આ સ્પર્ધામા ભાગ લેવા માટે
https://www.mygov.in/ પર ક્લિક કરી વિડિયો બાનવી
તમારા સોશિયલ પ્લેટ્ફોર્મ  Facebook, Twitter or Instagram પર
હેસટેગ કરવુ.  #MyLifeMyYogaINDIA 
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા
યોગ કરવા માટે "યોગ કરીશુ, કોરોનાને હરવીશું
(Do Yoga Beat Corona)” અભિયાન શરુ કર્યુ છે.
યોગ સાથે જોડાયેલ શબ્દો

  • પૂરક : વાતાવરણમાંથી વાયુ ફેફસામાં ભરવાની ક્રિયા (શ્વાસ)
  • રેચક : ફેફસાંમાં ભરેલો વાયુ બહાર કાઢવાની ક્રિયા (ઉચ્છવાસ)
  • કુંભક: શ્વાસોચ્છવાસની ગતિને અટકાવી વાયુ રોકવાની ક્રિયા
  • આંતરકુંભક: પૂરકને અંતે ફેફસાંમાં વાયુને રોકી રાખવાની ક્રિયા.
  • બાહ્યકુંભક : રેચકને અંતે વાયુને બહાર રોકી રાખવાની ક્રિયા.
  •  સંસ્કૃતમાં અંગૂઠાને અંગુષ્ઠ  પ્રથમ આાંગળીને ‘તર્જની’,
  • બીજી આંગળીને ‘મધ્યમા’ , ત્રીજી આાંગળીને ‘અનામિકા’ અને
  • ચોથી આાંગળીને ‘કનિષ્ઠકા' કહેવામાં આવે છે.
  • વિવિધ મુદ્રાઓ

  • વિવિધ આસનો

  • "યોગ કરીશું, કોરોનાને હરાવીશું" (Do Yoga Beat Corona