ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:-●ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે. ● હાલમાં કોરોના મહામારી હોવાથી તમારા પરિવારનું ધ્યાન રાખજો ● માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું ● 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી●આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે..☺● કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય. *ક્રમ-નામ - ગુણ-પરિણામ* 1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ 2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ 3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ 4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ 5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ 6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ 7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ 8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ 9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ 10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ 11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ 12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ 13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ 14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ 15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ 16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ ● ધોરણ 8ના વર્ષ 2021ના તેજસ્વી તારલાઓ: પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા, દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર, તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ, ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ, પાંચમો નંબર- અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

જાહેરાત



ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે

આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે.

NMMS પરીક્ષા પરિણામ

કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

1.તેજલબેન કાંતિભાઈ વાળા-119

2.મયુર ભરતભાઇ મકવાણા-109

3.બિપિન ધીરુભાઈ મકવાણા-97

4.તુલસી કાળુભાઇ પરમાર-96

5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95

ધોરણ 8ના વર્ષ 2020ના તેજસ્વી તારલાઓ:

પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા

દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર

તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ

ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ

અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી

ભીડવાળી જગ્યાઓ, લગ્ન પ્રસંગ, મેળાઓ, મોલ, સિનેમાઘરો જેવી જગ્યાઓએ જવું નહીં.

બહાર જઈને આવો ત્યારે હાથ સાબુ ધોવા.

Tuesday, 8 September 2020

કેપ્ટન રૂપસિંઘ (હોકી પ્લેયર)

 કેપ્ટન રૂપસિંઘ (હોકી પ્લેયર) જીવન પરિચય

8 સપ્ટેમ્બર 1908

રૂપસિંહ  (8 સપ્ટેમ્બર 1908 - 16 ડિસેમ્બર 1977)

એક ભારતીય હોકી ખેલાડી હતો. તે ભારતની પ્રખ્યાત

હોકી ટીમનો ભાગ હતો જેણે 1932 અને 1936

ઓલિમ્પિક રમતોમાં ભારત માટે

ગોલ્ડ મેડલ જીત્યા હતા.

તે ભારતીય હોકીના સૌથી પ્રખ્યાત ખેલાડી

ધ્યાન ચંદનો નાનો ભાઈ હતો અને તે અત્યાર

સુધીનો મહાન હોકી ખેલાડી તરીકે માનવામાં આવે છે. 

કેપ્ટન રૂપસિંહ ખુદને સર્વકાળના મહાન

હોકી ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે.


વધુ માહિતી મેળવવા માટે

નીચે આપેલ ફોટો પર ક્લિક કરો.



Monday, 7 September 2020

International Literacy Day (વિશ્વ સાક્ષરતા દિન)

 વિશ્વ સાક્ષરતા દિન(International Literacy Day)

8 સપ્ટેમ્બર


વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે

ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે

ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી

ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી.

આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી

કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે

ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય

તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.


વધુ માહિતિ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.





Sunday, 23 August 2020

સારસ્વત યાત્રાના મણકા 84માં શાળાના શિક્ષક શ્રી શૈલેંદ્રસિંહ ગોહિલના કાર્યની નોંધ


સમય 3:00 થી 4:30 મિનિટમાં
સારસ્વત યાત્રાના મણકા 84માં શાળાના શિક્ષક શ્રી શૈલેંદ્રસિંહ ગોહિલના કાર્યની નોંધ 
શૈલેંદ્રસિંહ ગોહિલ દ્વારા લોકડાઉનના સમયમાં સતત વિશષ દિન ક્વિઝ બનાવી જેનો લાભ ગુજરાતના બાળકો અને શિક્ષકોએ લાભ લીધો.

Wednesday, 12 August 2020

જન્માષ્ટમી નિમિત્તે ઓનલાઇન કવિઝ સ્પર્ધાનું આયોજન

 


જન્માષ્ટમી નિમિતે ધ્રુપકા શાળા પરિવાર દ્વારા શ્રી કૃષ્ણના જીવન વિષયક ઓનલાઇન કવિઝ સ્પર્ધાનું આયોજન કરેલ છે.

આ કવિઝમાં શાળામાં ભણતા ધોરણ 3થી 8ના બાળકો, ભૂતપૂર્વ બાળકો, ધોરણ 9થી કોલેજ કરતા બાળકો અને ગામના વાલીઓ ભાગ લઈ શકશે.

આ કવિઝમાં ભાગ લેનારને એક સુંદર ઇ-સર્ટિફિકેટ તથા જુદી જુદી કેટેગટીમા નંબર મેળવનાર પ્રથમ ત્રણ ને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે.

કેટેગરી પાંચ છે.
ધોરણ 3થી 5
ધોરણ 6 થી 8
ધોરણ 9 થી 12
કોલેજ
ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના વાલીઓ

દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવશે.

સ્પર્ધાના નિયમો
1. આ કવિઝ ફક્ત ધ્રુપકા ગામના બાળકો અને વાલીઓ માટે છે.
2. આ કવિઝમાં દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે દસ  સેકંડનો સમય છે. 
3. જેટલો ઝડપી જવાબ આપશો તેટલા વધુ ગુણ આવશે.
4. કવિઝ રમવા માટે ઇ મેઈલ થી સાઈન ઇન થવું ફરજીયાત છે.( ઇ મેઈલ નાખવું)
5. આ કવિઝ સમય આધારિત છે.
6. આ કવિઝ આજે રાત્રે 12 વાગ્યા સુધી જ રમી શકાશે. 12 વાગ્યા પછી કવિઝ બંધ થઈ જશે.
7. સ્પર્ધામાં વિજેતાને ઇનામ અને પ્રમાણપત્ર માટે શાળા ખુલે ત્યારે જાણ કરવામાં આવશે.
8. કવિઝ એક ઇ મેઇલથી ફક્ત ત્રણ વાર રમી શકાશે.
9. કવિઝમાં કોડ માંગે તો 9333481 નાખવો.

કવિઝ રમવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.



નંદ ઘરે આનંદ ભાયો, જય કન્હૈયાલાલ કી…
હાથી , ઘોડા, પાલખી, જય કન્હૈયાલાલ કી...


🙏 *જય શ્રી કૃષ્ણ*  🙏

HAPPY JANMASHTAMI

Thursday, 6 August 2020

Daily Test of Dhrupka school, Quiz No-7, વિજ્ઞાન

*Daily Test-7*
*વિજ્ઞાન*
*તા.2/08/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Daily Test Of Dhrupka School, Quiz No-8, ગુજરાતી

*Daily Test-8*
*ગુજરાતી*
*તા.6/08/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો






Saturday, 1 August 2020

Daily Test Of Dhulka School, Quiz No-6, હિન્દી

*Daily Test-6*
*हिंदी*
*તા.1/08/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.





Friday, 31 July 2020

Daily Test Of Dhrupka School, Quiz No-5 (English)

*Daily Test-5
*English
*તા.31/07/2020

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Daily Test Of Dhrupka School, Quiz No-4, (સામાજિક વિજ્ઞાન)

*Daily Test-4*
*સામાજિક વિજ્ઞાન*
*તા.30/07/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.






Daily Test Of Dhrupka School, Quiz No-3 (સંસ્કૃત)

*Daily Test-3*
*સંસ્કૃત*
*તા.29/07/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.



Daily Test Of Dhrupka School, Quiz No-2 (ગણિત)

*Daily Test-2*
*ગણિત*
*તા.28/07/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Daily Test Of Dhrupka Quiz No 1 (ગુજરાતી)

ગુજરાતી
તા. 27/07/2020

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટ્લે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછીView Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Wednesday, 22 July 2020

ચંદ્રશેખર આઝાદ (23 જુલાઇ 1906 - 27 ફેબ્રુઆરી 1931)



નામ: પંડિત ચંદ્રશેખર તિવારી
જન્મ :૨૩ જુલાઈ,૧૯૦૬
જન્મ સ્થાન :ભાભરા (મધ્યપ્રદેશ)
પિતા: પંડિત સીતારામ તિવારી
માતા :જાગરાની દેવી
ચંદ્રશેખર આઝાદ નો જ

ન્મ ૨૩મી જુલાઈ ૧૯૦૬ માં થયો હતો અને મૃત્યુ ફેબ્રુઆરીની ૨૭ તારીખ ૧૯૩૧   માં થયું હતું જેમાં તેમણે જાતે ગોરી મારી ને મૃત્યુ વહોરી લીધું હતું કેમકે તેઓ એક મહાન ક્રાંતિકારી દેશની આઝાદીના લડવૈયા હતા,પોતાના સાથીઓ ભગતસિંહ અને સુખદેવની

Monday, 20 July 2020

એપોલો 11 (16 જુલાઈ થી 24 જુલાઈ)


DOWNLOAD PDF FILE: Click Here

ચંદ્ર પર માનવઃ 51 વર્ષ પહેલા માનવીએ મુક્યો હતો પહેલો પગ, જાણો મિશન એપોલો-11 વિશે



20 જુલાઈ, 1969ના રોજ આજથી 51 વર્ષ પહેલા માનવીએ ચંદ્ર પર પગ મુકીને ઈતિહાસ રચી નાખ્યો હતો. તેની સાથે જ ભવિષ્યમાં અંતરિક્ષ સુધી પહોંચ વધારવાની સંભાવનાઓના દરવાજા પણ ખોલી નાખ્યા હતા. 16 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 મિશન લોન્ચ થયું હતું. 20 જુલાઈ 1969ના રોજ રાત્રે 10:56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અપોલો-11 મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો. 

Sunday, 19 July 2020

મંગલ પાંડે - 19 July



મંગલ પાંડે - 19 July

તા.19 જુલાઈ 1827ના દિવસે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં ભૂમિહાર બ્રાહમન એક યુવકનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભયરણી હતું. તે પોતાની જિંદગીના ત્રણ દાયકા પૂર્ણ કરે તે પહેલા તેનું મોત થઈ ગયું.જો કે,આટલી ઉંમરમાં પણ તેણે એવું કામ કર્યું કે દોઢસો વર્ષ પછી પણ તેનું નામ ઈતિહાસમાં અમર છે.આ યુવક એટલે મંગલ પાંડે 
 

ભારતની આઝાદીના  પહેલા શહીદ અને એક ધર્મનિષ્ઠ હિન્દુ મંગલ પાંડેને કેટલા લોકોએ યાદ કર્યા હશે?
 મંગલ પાંડે બાવીસ વર્ષની ઉંમરે લશ્કરની ૩૪મી રેજિમેન્ટમાં દાખલ થયેલા. એ સમયે બંદૂકમાં જે કારતૂસ વપરાતી તેને લીધે હિન્દુ અને મુસલમાન સૈનિકો નારાજ હતા અને એ કારતૂસનો વિરોધ જ મુખ્ય કારણ હતું ૧૮૫૭ના બળવાનું. શું હતો આખો વિવાદ ચાલો જાણીએ.
 લશ્કરી સૈનિકોની પરેડ ચાલી રહી હતી. સામે ઊભેલો ગોરો કેપ્ટન ફટાફટ હુકમ છોડતો હતો. હિંદી સૈનિકો લેફ્ટ... રાઈટ...લેફ્ટ... રાઈટ... કરી રહ્યા હતા. ત્યાં જ એક હિંદી જવાન આંધીની જેમ પરેડના મેદાન પર ધસી આવ્યો. એના એક હાથમાં બંદૂક હતી અને બીજો હાથ હવામાં ઝઝૂમી રહ્યો હતો. એ જોસ ભર્યા સ્વરે સૌને સંબોધવા લાગ્યો:


 ‘મારા પ્યારા બંધુઓ! મારા દેશ બાંધવો! હવે તો જાગો.... કોઈથી ડરશો નહિ પીછેહઠ કરશો નહિ. મા ભારતીનો લલકાર છે: ઊઠો, જાગો અને દુશ્મનોને હંફાવો... મારો... કાપો... કાપો...!’
વિલાયતથી અંગ્રેજો આપણા દેશમાં આવ્યા. અહીનાં રાજાઓની  ખુશામત કરીને વેપાર કરવા લાગ્યા. એમણે આપણા કુસંપનો લાભ લીધો. રાજાઓને અંદરોઅંદર લડાવીને મુલક કબજે કરવા માંડ્યા. લોકો પર જુલમ-ત્રાસ વર્તાવા માંડ્યો. એમના વેપાર-ધંધા છીનવી લીધા અને પછી તો હિંદુસ્તાનના મોટા ભાગના ધણી થઈ બેઠા. આ વાતનેય વરસો વીતી ગયા.


સન ૧૮૫૭ની સાલની આ વાત છે.
 લશ્કરની છાવણીઓમાં એવી અફવા ઊડી કે, અંગ્રેજો આપણને વટલાવી નાખવા માગે છે. એમની નવી બંદૂકોની કારતૂસોને ગાય અને સૂવરની ચરબી લગાડેલ છે. આથી હિંદુઓ અને મુસલમાન સૈનિકો ઉશ્કેરાઈ ગયા.


 અરબીની વાત સાંભળી સૌથી વધુ ગુસ્સે થનાર હતો મંગલ પાંડે. ઉત્તર ભારતનો ધર્મપ્રેમી બ્રાહ્મણ. સ્વભાવે સાહસિક અને જબરો બહાદુર 
 એક દિવસ સૈનિકોની પરેડ ચાલતી હતી ત્યાં એ ભરી બંદૂકે ધસી આવ્યો અને ગર્જના કરવા લાગ્યો: ‘અંગ્રેજો આપણા દુશ્મનો છે. એમને મારી નાખો... સબહિંદી ભાઈ ભાઈ! ડરો નહિ... દુશ્મન અંગ્રેજોને શોધી શોધીને ઠાર કરો....’


 આ સાંભળી ગોરો કેપ્ટન ગુસ્સે થયો. એક તો મંગલ પાંડે પરેડમાં ભંગાણ પાડતો હતો અને બીજા સૈનિકોને ઉશ્કેરતો હતો એણે સૈનિકોને હુકમ કર્યો કે, આ બાગીને પકડીને મારી પાસે લાવો.’
 ગોરા અફસરે ભોંય પર પડ્યા પડ્યા પોતાની કેડમાંથી પિસ્તોલ ખેંચી કાઢીને મંગલ પાંડે તરફ તાકી, પણ એ એનાથી ડર્યો નહિ. તલવાર લઈને એ પેલા ગોરા તરફ ધસી ગયો અને પિસ્તોલનો બાર ચુકાવીને તલવારના એક જ ઘાથી એને ઠાર માર્યો. એટલામાં એક બીજો ગોરો અફસર મંગલ તરફ દોડ્યો, પણ એક હિંદી સૈનિકનું એ તરફ ધ્યાન ગયું. એણે બંદૂકનો કૂંદો પેલા ગોરાના માથા  પર જોરથી માર્યો એ પણ ત્યાં જ ઢળી પડ્યો.
પરંતુ વાત એટલેથી જ અટકી નહિ. એક ગોરો જનરલ ત્યાં આવી પહોંચ્યો. એણે મંગલ પાંડેને પકડવાનો હુકમ કર્યો, પણ કોઈએ એનો અમલ ન કર્યો. તમામ હિંદી સિપાઈઓએ એને સાફ સંભળાવી દીધું: ‘અમે એ પંડિતને અડકીશું નહિ, તેમ જ એને કોઈ નુકસાન પણ થવા દઈશું નહિ.’

મંગલ પાંડેએ પોતાનો લોહીથી ખરડાયેલો હાથ ઊંચો કર્યો અને ત્યાં ઊભા રહીને હાકલ પાડી:  ભાઈઓ! ઊઠો અને મેદાને પડો’... પણ એના શબ્દો પૂરા થાય એ પહેલાં જ એક ગોરો અફસર સૈનિકો સાથે ત્યાં આવી પહોંચ્યો.


 આ જોતાં જ મંગલ પાંડેને થયું કે, હવે હું જરૂર પકડાઈ જઈશ એના કરતાં તો મોત હજાર દરજ્જે સારું! આમ વિચાર કરી એણે પોતાની જાતે  જ બંદૂકમાંથી ગોળી છોડી. ઘાયલ થઈને મંગલ પાંડે ત્યાં જ ઢળી પડ્યો. એને લશ્કરી હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યો. સારવાર કરવાથી એ બચી ગયો.


મંગલ પાંડે પર લશ્કરી અદાલતમાં કેસ ચાલ્યો. ગોરાઓ સામે ઉશ્કેરણીમાં એની સાથે કોણ કોણ હતું એની માહિતી મેળવવા એને ત્રાસ આપવા માંડ્યો. પણ મંગલ પાંડે જેનું નામ! એણે કોઈના નામ આપ્યા નહિ. છેવટે એને ફાંસીની સજા કરવામાં આવી.


 મંગલ પાંડેને ફાંસી દેવા માટે કોઈ હિંદી તૈયાર ન હતો છેવટે કંટાળીને અંગ્રેજોએ કલકત્તાથી ચાર ફાંસીગરોને બોલાવવા પડ્યા. મંગલ પાંડેને મોતનો જરાયે ડર ન હતો. જે દિવસે એને ફાંસી આપવાની હતી એ દિવસે હસતા મોંએ પગે ચાલીને ફાંસીના માંચડા પાસે આવી પહોંચ્યો અને ખુશ મિજાજમાં બોલવા લાગ્યો:  ‘ઓ નરાધમ અંગ્રેજો! હું કદી કોઈ ક્રાંતિકારી વીરનું નામ તમને મરતાં સુધી નહિ આપું. જયમા ભારતી..!’ મંગલ પાંડેના ગળે ફાંસો નખાયો.



૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.


એનફિલ્ડ રાયફલનો ફોટો - ૧૮૫૭માં તેનો બંગાળ સેનામાં સ્વીકાર ન થતા અસંતોષ ફેલાયો.

 થોડી જ વારમાં આઝાદીનો એ દીવાનો પ્રભુનો પ્યારો બની ગયો. શહીદ વીર મંગલ પાંડેના બલિદાનથી સન ૧૮૫૭નાં સ્વાતંત્ર્યસંગ્રામના પગરણ મંડાયાં. આ સંગ્રામને સૌથી 


પહેલો શહીદ બન્યો મંગલ પાંડે. આજેય આપણો દેશ આઝાદીના આ શહીદ વીર મંગલ પાંડેને યાદ કરે છે! 

Monday, 6 July 2020

M.S. Dhoni-7 july


ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ
મહેન્દ્રસિંહ ધોની
(MS Dhoni)નો જન્મ રાંચી, ઝારખં ખાતે
7 જુલાઇ 1981મા  થયો હતો
તેના પિતાનુ નામ પાનસિંઘ છે ભારતીય ક્રિકેટ ટીમનો
સૌથી સફળ કેપ્ટન
જેને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો
જમાવ્યો છે.
ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ,
2011માં
વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી
જીતવામાં સફળ રહ્યું છે. 
IPL માચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે.
ધોનીએ 2004માં બાંગ્લાદેશ
સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું.
તેમજ આ જ સમયગાળામાં
તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું.
તેમણે ૨૦૦૭માં
રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ
સંભાળ્યું અને
તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ
દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં
તેની પ્રથમ જીત થઇ. ધોનીએ 90 ટેસ્ટ મેચમાં
4876 રન બનાવ્યા છે.
આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે.
જ્યારે 318 વન ડે મેચમાં 9967 રન બનાવ્યા છે.
ધોનીએ 91 ટી-20 મેચમાં 1455 રન બનાવ્યા છે.

Tuesday, 30 June 2020

Doctor’s Day - 1 July


પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી અને
સુપ્રસિદ્ધ ચિકિત્સક  ડો. બિધાનચંદ્ર રોય
(Dr. B.C.Roy)ની યાદમાં 1 જુલાઇના રોજ
રાષ્ટ્રીય ડોક્ટરનો દિવસ ઉજવવામાં આવે છે.
તેમનો જન્મ 1 જુલાઇ, 1882 ના રોજ થયો હતો
અને તે જ તારીખે 1962 માં 80 વર્ષની વયે
અવસાન પામ્યા  હતા. 
તે ઇતિહાસમાં કેટલાક એવા લોકોમાંથી એક
છે કે  જેમણે એક સાથે FRCS અને MRCP ની
ડીગ્રી મેળવી છે.

Monday, 29 June 2020

વિશ્વ ઓલમ્પિક ડે - 23 જુન




વિશ્વમાં રમાતી તમામ રમતોમાં યુવાનો, વધ્ધ સહિતનાં ખેલાડીઓ ભાગ લે તેવા ઉદેશ
સાથે દુનિયાભરમાં ૨૩ જૂનના દિવસને વિશ્વ ઓલમ્પિક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.

રમતગમત એ મનુષ્ય જીવનનો જ એક ભાગ છે. એ વાત જુદી છે કે કોઈ વ્યક્તિ તેને
દૈનિક ક્રમમાં ઉતારે છે, કોઈ વ્યક્તિ માત્ર આનંદપ્રમોદ માટે રમતગમતનો સહારો લે છે,
કોઈ શરીર સૌષ્ઠવ જાળવવા રમતગમતનો આશરો લે છે, તો કોઈ વ્યક્તિ દેશની પ્રતિષ્ઠા
માટે રમતગમતને કારકિર્દી તરીકે અપનાવે છે.
1896 માં ઓલમ્પિકના ઈતિહાસને એથેન્સ ખાતે પુનર્જિવીત કરવામાં આવ્યો. અને તેની
સાથે જન્મ થયો આધુનિક ઓલમ્પિક રમતોનો. પહેલી ઓલમ્પિક ગેમ્સમાં ગ્રીસ, જર્મની,
ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન સહીત કુલ 14 દેશોએ ભાગ લીધો હતો.

1896ની ઓલમ્પિકમાં કુલ 241 પુરૂષ ખેલાડીઓએ જુદી જુદી 43 રમતોમાં ભાગ લીધો.
એથેન્સમાં મળેલી સફળતાના લીધે દર ચાર વર્ષે ઓલમ્પિકનું નિયમિતપણે આયોજન
કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓલમ્પિકના ઈતિહાસ સાથે તેની મશાલ પણ ખાસ્સું મહત્વ ધરાવે છે.
આધુનિક ઓલમ્પિક રમતોમાં પહેલીવાર 1928માં એમસ્ટરડમ ઓલમ્પિક ગેમ્સના
ઉદઘાટન સમારોહમાં ઓલમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી હતી.
તે જ રીતે આ રમતો સાથે પ્રતિજ્ઞાનું પાસું પણ જોડાયેલું હોય છે. ઓલમ્પિકમાં ભાગ લેતા
દરેક ખેલાડીએ પોતાની રમત પ્રત્યે નીષ્ઠા દર્શાવવાની અને કોઈ છળકપટથી દૂર રહેવાની
પ્રતિજ્ઞા લેવાની હોય છે
.
આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ ની સ્થાપના ઔપચારિક રીતે 23મી જૂન 1894
પેરિસ ખાતે મિ.પિયરે ડી. કુપટર્ન ના પ્રયાસથી  થઈ હતી  જે પ્રાચીન ઓલમ્પિક ખેલોના
પુનરોદ્ધર રૂપમાં પ્રતિ  સ્પર્ધી ખેલોને વેગ આપવાની હતી ,

1948માં આતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ દ્વારા સ્વિઝર્લેન્ડ ના નગર સેંટ મોરીર્ટઝ માં
આયોજિત 42 માં સત્રમાં આ નિર્ણય લેવાયો કે દર વર્ષે આ સંગઠનની તિથિ 23મી જૂન  રહેશે
,જે વિશ્વ ઓલમ્પિક ડે  તરીકે ઉજવાશે 

પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો .
ત્યારબાદ ૧૮૯૪ માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિ એ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે
સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત ૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .
આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .
આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં   ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ
આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .
ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે .
આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે.
સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) –
એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .
ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :
વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી (સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ)
ઓલિમ્પિક ધ્વજ :
ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ
સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .
ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં આવે છે જે સફેદ રંગનો હોય છે.  .
આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .
એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . 
ઓલિમ્પિકના પાંચ  વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે  અને પરસ્પર જોડાયેલા હોવાથી
આંતરરાષ્ટ્રીય સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે જેમા વાદળી રંગ યુરોપ ખંડ, 
પીળો રંગ એશિયા ખંડ, કાળો રંગ આફ્રિકા ખંડ, લીલો રંગ ઓસ્ટ્રેલિયા ખંડ અને
લાલ રંગ અમેરિકા ખંડ સુચવે છે.
ઓલિમ્પિક ચીહ્ન :

પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ: 
પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે

ઓલિમ્પિક ગીત :
૧૯મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને
કોસ્તિમ પાલામાસે કરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને
સમાપન સમારોહમાં ગાવામાં આવે છે

ઓલિમ્પિક જ્યોત :
‘જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક
રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના મંદિરમાંથી
લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી
ઓલિમ્પિક ગેમ્સનું આયોજન
 ભારત ઓલિમ્પિક ગેમ્સ 2032 ની યજમાની માટે દાવેદારી રજુ કરશે

ભારતે મેળવેલ રમત મુજબ મેડલની યાદી


વિવિધ દેશોએ મેળવેલ મેડલની યાદી


મેડલ જીતનાર ભારતના ખેલાડીઓ અને તેમની રમતો.
ભારતે જીતેલ મેડલનુ લિસ્ટ