ધ્રુપકા ગામ માટેની જાહેરાત
જાહેરાત
Tuesday, 27 September 2016
Saturday, 24 September 2016
CRC કક્ષાનો રમતોત્સવ
ખેલહાકુંભ અંતર્ગત તા. 23/9/16 શુક્રવારના રોજ સિહોર મુકામે CRC કક્ષાનો રમતોત્સવ યોજાઇ ગયો જેમા..
કબડ્ડીમા ભાઇઓની ટીમ પ્રથમ નંબરે,
ખો-ખોમા ભાઇઓ અને બહેનોની ટીમ પ્રથમ નંબરે,
લાંબીકૂદમા છાયાબેન પ્રથમ નંબરે,
ગોળાફેંકમા ભાઇઓમા સુનીલભાઇ અને બહેનોમા રીંકલબેન દ્વિતીય નંબરે,
100 મીટર દોડમા છાયાબેન પ્રથમ નંબરે અને માહિરભાઇ દ્વિતીય નંબરે આવી શાળાનુ નામ રોશન કર્યુ હતુ.
Wednesday, 21 September 2016
CRC કક્ષાના રમતોત્સવની પૂર્વતૈયારીઓ શાળા કક્ષાએ
ખેલહાકુંભ અંતર્ગત તા. 23/9/16 ના રોજ સિહોર મુકામે યોજાનાર CRC કક્ષાના રમતોત્સવની પૂર્વતૈયારીઓ શાળા કક્ષાએ શરુ.જેમા બાળકો કબડ્ડી,ખો-ખો, લાંબીકૂદ,ગોળાફેંક, 100 મીટર દોડ, યોગ જેવી સ્પર્ધાઓમા ભાગ લેશે.
Sunday, 18 September 2016
JCI દ્વારા વૃક્ષારોપણ
JCI દ્વારા વૃક્ષારોપણ
સિહોરની JCI ગૌરવ સંસ્થા દ્વારા તા. 14/09/2016ને બુધવારે જેસી વીકની ઊજવણી નિમિતે ધ્રુપકા પ્રાથમિક શાળામા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા JCIના પ્રમુખ ગૌરાંગભાઈ ઊલ્વા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. ઊપરાંત શાળાની વિવિધ પ્રવૃત્તીઓની ઝલક નીહાળી હતી.
Wednesday, 14 September 2016
પ્રેસનોટ- JCI દ્વારા વૃક્ષારોપણ
સૌરાષ્ટ્ર સમાચાર
તા. 15/09/2016
ગુરુવાર
પાના નં.-7
Posted via Blogaway
હિન્દી દિનની ઊજવણી
આજે શાળમા હિન્દી દિનની ઊજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત હિન્દી ભાષાની ઊત્પતી, તેના ઊપયોગ અંગે માહિતી આપવામા આવી હતી.
Sunday, 11 September 2016
જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પરીષદ સોનગઢ મુકામે યોજાઇ જેમા ધ્રુપકા શાળાના બાળકો એ ભાગ લીધો હતો.
Saturday, 3 September 2016
સ્વંય શિક્ષક દિનની ઊજવણી
સ્વંય શિક્ષક દિનની ઊજવણી
જ્ઞાન સપ્તાહ અંતર્ગત શાળામાં તા. 2/9/16ને શુક્રવારે સ્વંય શિક્ષક દિનની ઊજવણી કરવામા આવી હતી. જેમા આચાર્ય તરીકે વાઘેલા અશ્વિનભાઇ, કૃપાચાર્ય વાઘેલા આશાબેન, ક્લાર્ક વાહિદભાઇ, પટ્ટાવાળા સાગરભાઇ અને આરતીબેન તથા શિક્ષકોમા ધો-3થી8ના બાળકોએ ભાગ લઇ આખો દિવસ શાળાનુ સંચાલન ખૂબ સરસ રીતે કર્યુ હતુ.
અંતમા આ દિવસ પૂરતા બનેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.