ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:-●ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે. ● હાલમાં કોરોના મહામારી હોવાથી તમારા પરિવારનું ધ્યાન રાખજો ● માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું ● 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી●આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે..☺● કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય. *ક્રમ-નામ - ગુણ-પરિણામ* 1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ 2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ 3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ 4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ 5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ 6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ 7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ 8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ 9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ 10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ 11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ 12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ 13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ 14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ 15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ 16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ ● ધોરણ 8ના વર્ષ 2021ના તેજસ્વી તારલાઓ: પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા, દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર, તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ, ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ, પાંચમો નંબર- અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

જાહેરાત



ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે

આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે.

NMMS પરીક્ષા પરિણામ

કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

1.તેજલબેન કાંતિભાઈ વાળા-119

2.મયુર ભરતભાઇ મકવાણા-109

3.બિપિન ધીરુભાઈ મકવાણા-97

4.તુલસી કાળુભાઇ પરમાર-96

5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95

ધોરણ 8ના વર્ષ 2020ના તેજસ્વી તારલાઓ:

પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા

દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર

તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ

ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ

અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી

ભીડવાળી જગ્યાઓ, લગ્ન પ્રસંગ, મેળાઓ, મોલ, સિનેમાઘરો જેવી જગ્યાઓએ જવું નહીં.

બહાર જઈને આવો ત્યારે હાથ સાબુ ધોવા.

Friday, 31 July 2020

Daily Test Of Dhrupka School, Quiz No-5 (English)

*Daily Test-5
*English
*તા.31/07/2020

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Daily Test Of Dhrupka School, Quiz No-4, (સામાજિક વિજ્ઞાન)

*Daily Test-4*
*સામાજિક વિજ્ઞાન*
*તા.30/07/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.






Daily Test Of Dhrupka School, Quiz No-3 (સંસ્કૃત)

*Daily Test-3*
*સંસ્કૃત*
*તા.29/07/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.



Daily Test Of Dhrupka School, Quiz No-2 (ગણિત)

*Daily Test-2*
*ગણિત*
*તા.28/07/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Daily Test Of Dhrupka Quiz No 1 (ગુજરાતી)

ગુજરાતી
તા. 27/07/2020

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટ્લે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછીView Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Wednesday, 22 July 2020

ચંદ્રશેખર આઝાદ (23 જુલાઇ 1906 - 27 ફેબ્રુઆરી 1931)



નામ: પંડિત ચંદ્રશેખર તિવારી
જન્મ :૨૩ જુલાઈ,૧૯૦૬
જન્મ સ્થાન :ભાભરા (મધ્યપ્રદેશ)
પિતા: પંડિત સીતારામ તિવારી
માતા :જાગરાની દેવી
ચંદ્રશેખર આઝાદ નો જ

ન્મ ૨૩મી જુલાઈ ૧૯૦૬ માં થયો હતો અને મૃત્યુ ફેબ્રુઆરીની ૨૭ તારીખ ૧૯૩૧   માં થયું હતું જેમાં તેમણે જાતે ગોરી મારી ને મૃત્યુ વહોરી લીધું હતું કેમકે તેઓ એક મહાન ક્રાંતિકારી દેશની આઝાદીના લડવૈયા હતા,પોતાના સાથીઓ ભગતસિંહ અને સુખદેવની

Monday, 20 July 2020

એપોલો 11 (16 જુલાઈ થી 24 જુલાઈ)


DOWNLOAD PDF FILE: Click Here

ચંદ્ર પર માનવઃ 51 વર્ષ પહેલા માનવીએ મુક્યો હતો પહેલો પગ, જાણો મિશન એપોલો-11 વિશે



20 જુલાઈ, 1969ના રોજ આજથી 51 વર્ષ પહેલા માનવીએ ચંદ્ર પર પગ મુકીને ઈતિહાસ રચી નાખ્યો હતો. તેની સાથે જ ભવિષ્યમાં અંતરિક્ષ સુધી પહોંચ વધારવાની સંભાવનાઓના દરવાજા પણ ખોલી નાખ્યા હતા. 16 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 મિશન લોન્ચ થયું હતું. 20 જુલાઈ 1969ના રોજ રાત્રે 10:56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અપોલો-11 મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો. 

Sunday, 19 July 2020

મંગલ પાંડે - 19 July



મંગલ પાંડે - 19 July

તા.19 જુલાઈ 1827ના દિવસે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં ભૂમિહાર બ્રાહમન એક યુવકનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભયરણી હતું. તે પોતાની જિંદગીના ત્રણ દાયકા પૂર્ણ કરે તે પહેલા તેનું મોત થઈ ગયું.જો કે,આટલી ઉંમરમાં પણ તેણે એવું કામ કર્યું કે દોઢસો વર્ષ પછી પણ તેનું નામ ઈતિહાસમાં અમર છે.આ યુવક એટલે મંગલ પાંડે 
 

ભારતની આઝાદીના  પહેલા શહીદ અને એક ધર્મનિષ્ઠ હિન્દુ મંગલ પાંડેને કેટલા લોકોએ યાદ કર્યા હશે?
 મંગલ પાંડે બાવીસ વર્ષની ઉંમરે લશ્કરની ૩૪મી રેજિમેન્ટમાં દાખલ થયેલા. એ સમયે બંદૂકમાં જે કારતૂસ વપરાતી તેને લીધે હિન્દુ અને મુસલમાન સૈનિકો નારાજ હતા અને એ કારતૂસનો વિરોધ જ મુખ્ય કારણ હતું ૧૮૫૭ના બળવાનું. શું હતો આખો વિવાદ ચાલો જાણીએ.
 લશ્કરી સૈનિકોની પરેડ ચાલી રહી હતી. સામે ઊભેલો ગોરો કેપ્ટન ફટાફટ હુકમ છોડતો હતો. હિંદી સૈનિકો લેફ્ટ... રાઈટ...લેફ્ટ... રાઈટ... કરી રહ્યા હતા. ત્યાં જ એક હિંદી જવાન આંધીની જેમ પરેડના મેદાન પર ધસી આવ્યો. એના એક હાથમાં બંદૂક હતી અને બીજો હાથ હવામાં ઝઝૂમી રહ્યો હતો. એ જોસ ભર્યા સ્વરે સૌને સંબોધવા લાગ્યો:


 ‘મારા પ્યારા બંધુઓ! મારા દેશ બાંધવો! હવે તો જાગો.... કોઈથી ડરશો નહિ પીછેહઠ કરશો નહિ. મા ભારતીનો લલકાર છે: ઊઠો, જાગો અને દુશ્મનોને હંફાવો... મારો... કાપો... કાપો...!’
વિલાયતથી અંગ્રેજો આપણા દેશમાં આવ્યા. અહીનાં રાજાઓની  ખુશામત કરીને વેપાર કરવા લાગ્યા. એમણે આપણા કુસંપનો લાભ લીધો. રાજાઓને અંદરોઅંદર લડાવીને મુલક કબજે કરવા માંડ્યા. લોકો પર જુલમ-ત્રાસ વર્તાવા માંડ્યો. એમના વેપાર-ધંધા છીનવી લીધા અને પછી તો હિંદુસ્તાનના મોટા ભાગના ધણી થઈ બેઠા. આ વાતનેય વરસો વીતી ગયા.


સન ૧૮૫૭ની સાલની આ વાત છે.
 લશ્કરની છાવણીઓમાં એવી અફવા ઊડી કે, અંગ્રેજો આપણને વટલાવી નાખવા માગે છે. એમની નવી બંદૂકોની કારતૂસોને ગાય અને સૂવરની ચરબી લગાડેલ છે. આથી હિંદુઓ અને મુસલમાન સૈનિકો ઉશ્કેરાઈ ગયા.


 અરબીની વાત સાંભળી સૌથી વધુ ગુસ્સે થનાર હતો મંગલ પાંડે. ઉત્તર ભારતનો ધર્મપ્રેમી બ્રાહ્મણ. સ્વભાવે સાહસિક અને જબરો બહાદુર 
 એક દિવસ સૈનિકોની પરેડ ચાલતી હતી ત્યાં એ ભરી બંદૂકે ધસી આવ્યો અને ગર્જના કરવા લાગ્યો: ‘અંગ્રેજો આપણા દુશ્મનો છે. એમને મારી નાખો... સબહિંદી ભાઈ ભાઈ! ડરો નહિ... દુશ્મન અંગ્રેજોને શોધી શોધીને ઠાર કરો....’


 આ સાંભળી ગોરો કેપ્ટન ગુસ્સે થયો. એક તો મંગલ પાંડે પરેડમાં ભંગાણ પાડતો હતો અને બીજા સૈનિકોને ઉશ્કેરતો હતો એણે સૈનિકોને હુકમ કર્યો કે, આ બાગીને પકડીને મારી પાસે લાવો.’
 ગોરા અફસરે ભોંય પર પડ્યા પડ્યા પોતાની કેડમાંથી પિસ્તોલ ખેંચી કાઢીને મંગલ પાંડે તરફ તાકી, પણ એ એનાથી ડર્યો નહિ. તલવાર લઈને એ પેલા ગોરા તરફ ધસી ગયો અને પિસ્તોલનો બાર ચુકાવીને તલવારના એક જ ઘાથી એને ઠાર માર્યો. એટલામાં એક બીજો ગોરો અફસર મંગલ તરફ દોડ્યો, પણ એક હિંદી સૈનિકનું એ તરફ ધ્યાન ગયું. એણે બંદૂકનો કૂંદો પેલા ગોરાના માથા  પર જોરથી માર્યો એ પણ ત્યાં જ ઢળી પડ્યો.
પરંતુ વાત એટલેથી જ અટકી નહિ. એક ગોરો જનરલ ત્યાં આવી પહોંચ્યો. એણે મંગલ પાંડેને પકડવાનો હુકમ કર્યો, પણ કોઈએ એનો અમલ ન કર્યો. તમામ હિંદી સિપાઈઓએ એને સાફ સંભળાવી દીધું: ‘અમે એ પંડિતને અડકીશું નહિ, તેમ જ એને કોઈ નુકસાન પણ થવા દઈશું નહિ.’

મંગલ પાંડેએ પોતાનો લોહીથી ખરડાયેલો હાથ ઊંચો કર્યો અને ત્યાં ઊભા રહીને હાકલ પાડી:  ભાઈઓ! ઊઠો અને મેદાને પડો’... પણ એના શબ્દો પૂરા થાય એ પહેલાં જ એક ગોરો અફસર સૈનિકો સાથે ત્યાં આવી પહોંચ્યો.


 આ જોતાં જ મંગલ પાંડેને થયું કે, હવે હું જરૂર પકડાઈ જઈશ એના કરતાં તો મોત હજાર દરજ્જે સારું! આમ વિચાર કરી એણે પોતાની જાતે  જ બંદૂકમાંથી ગોળી છોડી. ઘાયલ થઈને મંગલ પાંડે ત્યાં જ ઢળી પડ્યો. એને લશ્કરી હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યો. સારવાર કરવાથી એ બચી ગયો.


મંગલ પાંડે પર લશ્કરી અદાલતમાં કેસ ચાલ્યો. ગોરાઓ સામે ઉશ્કેરણીમાં એની સાથે કોણ કોણ હતું એની માહિતી મેળવવા એને ત્રાસ આપવા માંડ્યો. પણ મંગલ પાંડે જેનું નામ! એણે કોઈના નામ આપ્યા નહિ. છેવટે એને ફાંસીની સજા કરવામાં આવી.


 મંગલ પાંડેને ફાંસી દેવા માટે કોઈ હિંદી તૈયાર ન હતો છેવટે કંટાળીને અંગ્રેજોએ કલકત્તાથી ચાર ફાંસીગરોને બોલાવવા પડ્યા. મંગલ પાંડેને મોતનો જરાયે ડર ન હતો. જે દિવસે એને ફાંસી આપવાની હતી એ દિવસે હસતા મોંએ પગે ચાલીને ફાંસીના માંચડા પાસે આવી પહોંચ્યો અને ખુશ મિજાજમાં બોલવા લાગ્યો:  ‘ઓ નરાધમ અંગ્રેજો! હું કદી કોઈ ક્રાંતિકારી વીરનું નામ તમને મરતાં સુધી નહિ આપું. જયમા ભારતી..!’ મંગલ પાંડેના ગળે ફાંસો નખાયો.



૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.


એનફિલ્ડ રાયફલનો ફોટો - ૧૮૫૭માં તેનો બંગાળ સેનામાં સ્વીકાર ન થતા અસંતોષ ફેલાયો.

 થોડી જ વારમાં આઝાદીનો એ દીવાનો પ્રભુનો પ્યારો બની ગયો. શહીદ વીર મંગલ પાંડેના બલિદાનથી સન ૧૮૫૭નાં સ્વાતંત્ર્યસંગ્રામના પગરણ મંડાયાં. આ સંગ્રામને સૌથી 


પહેલો શહીદ બન્યો મંગલ પાંડે. આજેય આપણો દેશ આઝાદીના આ શહીદ વીર મંગલ પાંડેને યાદ કરે છે! 

Monday, 6 July 2020

M.S. Dhoni-7 july


ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ
મહેન્દ્રસિંહ ધોની
(MS Dhoni)નો જન્મ રાંચી, ઝારખં ખાતે
7 જુલાઇ 1981મા  થયો હતો
તેના પિતાનુ નામ પાનસિંઘ છે ભારતીય ક્રિકેટ ટીમનો
સૌથી સફળ કેપ્ટન
જેને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો
જમાવ્યો છે.
ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ,
2011માં
વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી
જીતવામાં સફળ રહ્યું છે. 
IPL માચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે.
ધોનીએ 2004માં બાંગ્લાદેશ
સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું.
તેમજ આ જ સમયગાળામાં
તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું.
તેમણે ૨૦૦૭માં
રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ
સંભાળ્યું અને
તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ
દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં
તેની પ્રથમ જીત થઇ. ધોનીએ 90 ટેસ્ટ મેચમાં
4876 રન બનાવ્યા છે.
આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે.
જ્યારે 318 વન ડે મેચમાં 9967 રન બનાવ્યા છે.
ધોનીએ 91 ટી-20 મેચમાં 1455 રન બનાવ્યા છે.